Home> Gujarat
Advertisement
Prev
Next

આ મામલે સુરત મનપા રાજ્યમાં સૌથી અગ્રેસર, શરૂ કરશે પાંચમો પ્રોજેક્ટ

 વિજળીનું ઉત્પાદન કરવું હાલ મોંઘુ થયું છે, ત્યારે પ્રાકૃતિક સ્રોતો દ્વારા વીજળીના ઉત્પાદન પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

આ મામલે સુરત મનપા રાજ્યમાં સૌથી અગ્રેસર, શરૂ કરશે પાંચમો પ્રોજેક્ટ

તેજશ મોદી, સુરત: વિજળીનું ઉત્પાદન કરવું હાલ મોંઘુ થયું છે, ત્યારે પ્રાકૃતિક સ્રોતો દ્વારા વીજળીના ઉત્પાદન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં સુરત મહાનગર પાલિકાએ આ દિશામાં સૌથી પહેલી શરૂઆત કરી હતી. સુરત મનપાએ પવન ચક્કી પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી વીજ ઉત્પાદન ક્ષેત્રે નવી પહેલી કરી હતી. હાલ સુરત મનપાના ચાર પ્રોજેક્ટ કાર્યરત છે, ત્યારે પાંચમો પ્રોજેક્ટ નાખવાની તૈયારી મનપા દ્વારા કરવામાં આવી છે. 16 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ નાખવા માટેની ટેન્ડર પ્રક્રિયા મંજુર કરવામાં આવી છે. સુરત મનપાએ અત્યાર સુધી રૂ. 202.20 કરોડનો ખર્ચ ચાર પવન ચક્કી પ્રોજેક્ટ પાછળ ખર્ચ કર્યા છે. જેમાંથી 12.60 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ તમામ પ્રોજેક્ટ થકી મનપાને અત્યાર સુધીમાં 138.74 કરોડનો ફાયદો થયો છે.

fallbacks

મોડાસાની આ ગુજ્જુ છોકરીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ, જુઓ PHOTOS

આઠ વર્ષ પહેલા રાજ્યમાં સુરત મનપા પહેલી હતી જેણે પવન ચક્કી થકી વીજ ઉત્પાદન ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. હાલ મનપાના ચાર પ્રોજેક્ટો કાર્યરત છે, ત્યારે વધુ એક પ્રોજેક્ટ નાખવા મનપાએ તૈયારી કરી લીધી છે. રૂ. 16 કરોડના ખર્ચે કચ્છના નખત્રાણા ખાતે બીજો પવન ચક્કી પ્રોજેક્ટ નાખવામાં આવશે. અહીંનો પ્રોજેક્ટ 2.1 મેગાવોટનો છે. આ પ્રોજેક્ટથી ઉત્પાદન થનારી વીજળીનો ઉપયોગ વાલક ઇન્ટેક વેલ, ડિંડોલી WDS, વડોદ WDS, ગોડાદરા WDS અને પુણા WDS ખાતે કરવામાં આવશે.

હવા... પાણી... અને સુર્યપ્રકાશ... આ એવા કુદરતી સ્રોતો છે જે મનુષ્ય પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસુલતા નથી. વર્તમાન સમયમાં વિજળી ઉત્પાદન મોંઘુ થયું છે, જેથી આ કુદરતી સ્ત્રોતો થકી વીજ ઉત્પાદન કરવા તરફ લોકો વળી રહ્યા છે. જેમાં પવન ચક્કી થકી વીજળી ઉત્પાદન કરવાનો લાંબા ગાળાનું ફાયદો કરાવતો આ પ્રોજેક્ટ છે. સુરત મહાનગર પાલિકા પણ હવે આ દિશામાં આગળ વધી છે. 

20 કરોડ વ્યૂઝ સાથે કચ્છની 'કોયલ' ગીતા રબારી ને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યુ

સુરત મહાનગર પાલિકાએ રાજ્યનો સૌથી પહેલો પવન ચક્કી પ્રોજેક્ટ શરુ કર્યો હતો ત્યારે એક નજર અત્યાર સુધીના પવન ચક્કી પ્રોજેક્ટ અને તેનાથી થયેલા આર્થિક ફાયદા પર નાખીએ

  • પોરબંદર ખાતે 2010માં 18.44 કરોડ ખર્ચે 3 મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો. તેનાથી પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં રૂ. 26.90 કરોડનો ફાયદો થયો છે.
  • તેની સફળતા બાદ વર્ષ 2013માં જામનગર ખાતે 8.40 મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો, જેની પાછળ રૂ. 43.93 કરોડનો ખર્ચ થયો હતો. આ પ્રોજેક્ટથી પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં 52.63 કરોડનો ફાયદો થયો છે.
  • ત્રીજો પ્રોજેક્ટ પણ પોરબંદર ખાતે સ્થાપવામાં આવ્યો હતો. વર્ષ 2014માં 41.52 કરોડના ખર્ચે 6.30 મેગાવોટનો પવન ચક્કી પ્રોજેક્ટ સ્થાપ્યો હતો. રૂ. 26.65 કરોડનો ફાયદો મહાનગર પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં થયો છે.
  • ચોથો પ્રોજેક્ટ કચ્છના નખત્રાણા ખાતે સ્થપાયો હતો. આ પ્રોજેક્ટ પાછળ મનપાએ સૌથી વધુ 90.60 કરોડનો ખર્ચ કર્યો હતો. અહીંથી મનપાએ સૌથી વધુ 12.60 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરુ કર્યું હતું. સપ્ટેમ્બર 2018 સુધીમાં આ પ્રોજેક્ટ થકી 38.26 કરોડનો ચોખ્ખો નફો થયો છે
  • આમ સુરત મનપાએ અત્યાર સુધી રૂ. 202.20 કરોડનો ખર્ચ ચાર પવન ચક્કી પ્રોજેક્ટ પાછળ ખર્ચ કર્યા છે. જેમાંથી 12.60 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ તમામ પ્રોજેક્ટ થકી મનપાને અત્યાર સુધીમાં 138.74 કરોડનો ફાયદો થયો છે.

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More